વાત : ૫૧૩

અને જે બ્રહ્મ છે તેની તો એમ વિક્તિ છે જે પુરુષોત્તમને પણ બ્રહ્મ કહે છે ને પુરુષોત્તમ પણ કહે છે. અને જે સ્થાનકરૂપ અક્ષર છે તેને પણ બ્રહ્મ કહે છે ને અક્ષરધામ પણ કહે છે. અને મહાપુરુષને બ્રહ્મ કહે છે ને વળી તેને અક્ષર પણ કહે છે. માટે જ્યાં જેનું પ્રકરણ હોય ત્યાં તેને બ્રહ્મ જાણવા. જો મહાપુરુષનો પ્રસંગ હોય તો મહાપુરુષને બ્રહ્મ જાણવા અને અક્ષરનો પ્રસંગ હોય તો અક્ષરને બ્રહ્મ જાણવા. ને જો પુરુષોત્તમનો પ્રસંગ હોય તો પુરુષોત્તમને બ્રહ્મ જાણવા. પણ તે શબ્દછળને જોઈને મુઝાવું નહિ.।।૫૧૩।।