વાત : ૪૭૮
અધર્મ સર્ગના મોટેરા એવા જે લોભાદિક પાંચ દોષ છે તેને ધર્મ સર્ગના નિર્લોભાદિક જે પાંચ ગુણરૂપ ઉપાય કહ્યા છે તેણે કરીને જીતીને ભક્તિ કરવી એમ પાંચ અધ્યાયે કરીને કહ્યું છે ને છઠ્ઠા અધ્યાયને વિષે જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિ કહી છે. તે માહાત્મ્ય એમ જાણવું જે ભગવાનનો દિવ્યભાવ ને મનુષ્યભાવ તે એક જ છે પણ રંચ માત્ર ફેર નથી.।।૪૭૮।।