વાત : ૫૩૫
ઘરમાં રહેતા હોઈએ ત્યારે બહુ મહિમા જણાય છે ને ભેગા રહે નથી જણાતો તે કેમ હશે ? ઉત્તર જે ત્યાગીને વેષે કરીને સરખા થાય ને વળી ભેગા રહેવે કરીને જેવું જેનું વર્તન હોય તે જણાઈ આવે છે માટે ભાર રહેતો નથી ને જે મોટા પુરુષ હોય તે તો શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામશુદ્ધિ એ પ્રમાણે વર્તે છે ને બીજાને પણ એમ જ વર્તવાની વાર્તા કરે છે તેનો તો મહિમા બીજાને સહેજે જ રહે છે ને જે સત્ અસત્ને ઓળખતો હોય તેને તો ગરબડિયાનો ભાર રહે નહિ.।।૫૩૫।।