વાત : ૪૬૯
અહંવૃત્તિ તે શું ? તે ઉપર વાર્તા કરી જે લીંબુ, વઘાર, પુસ્તક અને વસ્ત્રને દૃષ્ટાંતે કરીને કહ્યું જે જેમ લીંબુનો રસ લગારેક હોય છે તે જેમાં નાખે તે સર્વે વસ્તુમાં વ્યાપી જાય છે. તેમ જ વઘારને પણ જાણવું ને વસ્ત્ર અને પુસ્તકને જોઈને ત્રાગે ત્રાગે ને પાને પાને વૃત્તિ થઈ જાય છે. તેમ અહંવૃત્તિ પણ દેહને વિષે નખથી લઈને શિખા પર્યંત વ્યાપી રહે છે.।।૪૬૯।।