વાત : ૪૩૬

શ્રીહરિની કથા વાર્તાનું શ્રવણ કરીને તેનો મનન ને નિદિધ્યાસ કર્યાનો અભ્યાસ અતિશય રાખવો. ને ગમે તેવી મોટપને પામ્યા હોય તો પણ અધિક સમજ્યાની દૃષ્ટિ હોય તો તે કોઈ ઐશ્વર્યમાં બંધાય જ નહિ ને મોટાઈ બહુ આવે.।।૪૩૬।।