વાત : ૩૬૨

સ્ત્રી થકી કાળી નાગણીની પેઠે બીવું ને મિષ્ટ ભોજનથી દેહાભિમાની જનના સંગની પેઠે બીવું ને દુર્જનની સભામાં પ્રીતિએ રહિત રહેવું તથા પુરંજનીનો વિસ્તાર સંકેલવો.।।૩૬૨।।



ટિપ્પણી

સ્ત્રી થકી બીવુંઃ પુરુષને સ્ત્રી થકી ને સ્ત્રીને પુરુષ થકી વિષયવિકાર ઉત્પન્ન થવાનો સંભવ હોવાથી પરસ્પર સાવધાન રહેવા રૂપી બીક રાખવાનું સૂચવ્યું છે. (વચનામૃત : ગઢડા પ્રથમ ૩૪).

પુરંજનીનો વિસ્તારઃ શ્રીમદ્‌ભાગવતમાં પુરંજન નામના રાજાનું આખ્યાન છે. પુરંજન રાજાએ પોતાનું કુટુંબ એટલું વિસ્તારી દીધું કે પોતે પ્રભુભજન કરી ન શક્યો. આ રીતે, પુરંજન રાજા રૂપે શરીરના રાજા જીવાત્માએ પોતાની વૃત્તિઓ રૂપી કુટુંબનો અતિશય વિસ્તાર ન કરવો, તેને પાછી વાળવી.