વાત : ૧૩૦

નિર્વિકલ્પ નિશ્ચય જેને હોય તે વિષયમાં ન લેવાય અને જેને સવિકલ્પ નિશ્ચય હોય તે તો વિષયનો ત્યાગ કરવા જાય તો પણ વિષયમાં એકરસ થઈ જાય અને નિર્વિકલ્પ નિશ્ચય જેને હોય તેને દેહ ને દેહ સંબંધી પદાર્થ અને દેહની શુશ્રૃષાને કરનારો એટલાને વિષે પ્રીતિ ન થાય અને અતિશય બીતો રહે અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થામાં જ્યારે દેખે તો પણ શત્રુભાવ જ રહે અને તે વિષયમાં રાગ ન થાય. જેમ એક તો રેલી પલાળીને ઇંટો ચણી હોય અને એક તો ચૂનામાં ઇંટો ચણી હોય તેમ નિર્વિકલ્પ નિશ્ચય ને સવિકલ્પ નિશ્ચયની ક્રિયામાં ફેર છે. નિર્વિકલ્પ નિશ્ચયવાળાને વિષયમાં રાહ ન હોય.।।૧૩૦।।