વાત : ૧૪૦

ખરેખરા સાધુ હોય તેને કોઈ જાતનો સ્વાર્થ ન હોય અને પોતાથી જેની શ્રેષ્ઠ પ્રકૃતિ હોય તેની પાસે પોતાનો શિષ્ય જાય ત્યારે રાજી થાય કેમ જે તેને તો તેના જીવનું હિત કરવું હોય અને ઊતરતી પ્રકૃતિવાળા પાસે જાય તો કુરાજી થાય કેમ જે એનો જીવ બગડી જાશે એમ જાણે અને નિઃસ્વાર્થી સાધુ હોય તેને તો તેના જીવનું ભગવાનમાં હેત કરાવવાનું હોય અને સ્વાર્થી હોય તેને તો પોતાની ઉપર હેત કરાવવાનું હોય માટે સ્વાર્થી સાધુ હોય તેને તો ઇન્દ્ર બ્રહ્માદિક દેવ જેવો ભગવદ્‌ભક્ત જાણવો અને જે સ્વાર્થે રહિત હોય તેને નારદ, સનકાદિક, શુકદેવ અને જડભરતાદિક જેવો સાધુ જાણવો.।।૧૪૦।।