વાત : ૫૦૮
અને સ્વામીએ વાત કરી જે શ્રદ્ધામાં વૈરાગ્યાદિક આવી જાય છે. તે સાંભળીને સંતે આશંકા કરી જે ત્યારે તે જુદા શા સારુ કહ્યા ? ત્યારે સ્વામી કહે શ્રદ્ધા તો બીજે પણ થાય છે, માટે સત્શાસ્ત્ર અને સત્પુરુષને સંગે કરીને જ્ઞાન, વૈરાગ્યાદિક ને શ્રવણ, મનનાદિકે કરીને શીખે તો સાચી શ્રદ્ધા ઊપજે છે ને તે શ્રદ્ધામાં જ્ઞાન, વૈરાગ્યાદિક રહ્યા છે.।।૫૦૮।।