વાત : ૧૨૫

ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભક્ત ભગવાનને એમ સમજે છે જે ભગવાનને કોઈ દોષ અડતો નથી કેમ જે ભગવાન તો સર્વેના કારણ છે તે જે જે ક્રિયામાં પ્રવર્તે છે પણ તે વિના તો જીવ કાંઈ કરવાને કે ભોગવવાને સમર્થ નથી. માટે ઉત્તમ સવિકલ્પ નિશ્ચય એવો ભેદ પડ્યો, કેમ જે અંતર્યામીપણે સર્વે ક્રિયાને ભગવાન કરે છે એમ એ સમજે છે તેમાં આ બે દોષ આવે છે જે સર્વે જીવ પ્રાણીમાત્રને વિષે અંતર્યામીપણે તો મહાપુરુષ છે તે જેવા પુરુષોત્તમને જાણ્યા. ભગવાન જે તે સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા થકા સર્વે જીવ પ્રાણીમાત્રના જે વિષય છે તેને અંતર્યામીપણે રહ્યા થકા સર્વેના ભોગને ભોગવે છે પણ ભગવાન તો અતિ સમર્થ છે તેને કોઈ દોષ અડતો નથી પણ ભગવાનને એ વિષયને ભોગવ્યા વિના ચાલતું નથી એમ ભગવાનને જાણે, પણ એમ ન જાણે જે ભગવાન તો જે જે કાંઈ પદાર્થને ગ્રહણ કરે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે એમ ન જાણે.।।૧૨૫।।