વાત : ૩૩૪

ઇંદ્રિયો છે તે તો શાસ્ત્રમાં કહ્યા જે પોતપોતાના નિયમ તેણે કરીને જિતાય છે એમ જાણવું. તે નિયમ ક્યા તો શ્રવણે કરીને ભગવાનના યશ સાંભળવા તથા ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ કરવો અને નેત્રે કરીને ભગવાનનાં અને સંતનાં દર્શન કરવાં. અને નાસિકાએ કરીને ભગવાનનાં અને સંતનાં દર્શન કરવાં અને નાસિકાએ કરીને ભગવાનનાં અને સંતનાં પ્રસાદી એવાં પુષ્પ, ચંદન તેનો સુગંધ લેવો તથા વાણીએ કરીને ભગવાનનાં ચરિત્ર તથા યશ કહેવા તથા રસનાએ કરીને ભગવાનનો પ્રસાદ લેવો તથા હાથે કરીને ભગવાનની તથા સંતની તથા મંદિરની સેવા પરિચર્યા કરવી તથા પગે કરીને ભગવાન સંબંધી સેવાને વિષે ચાલવું પણ આડાઅવળું ફરવું નહિ. એવી રીતે દશે ઇંદ્રિયોને નિયમમાં રાખે તોજિતાય છે એમ જાણવું.।।૩૩૪।।