વાત : ૪૧૦
શ્રીજીમહારાજના મહિમાની તથા જીવના સ્વરૂપની વાર્તા સમજે છે તો પણ સ્વભાવ ટળતો નથી તેનું કેમ હશે ? ઉત્તરઃ જે એ તો શ્રીહરિના મહિમાનું તથા જીવના સ્વરૂપનું વારંવાર શ્રવણ-મનનાદિકે કરીને સ્વભાવને ઘટાડ્યા કરે છે તો ટળે, નહિ તો ન ટળે. એ ઉપર બે વચનામૃત વંચાવ્યાં તેનાં નામ (૧) મધ્યનું ૩૭મું સહજ પ્રકૃતિ ટાળ્યાનું ને (૨) મધ્યનું ૧૫મું શત્રુભાવનું.।।૪૧૦।।