વાત : ૩૬૭

પંચ વિષયની રુચિ અંતઃકરણમાં જ્યાં સુધી વર્તે છે ત્યાં પર્યંત શ્રીજીમહારાજ કે ધર્મ-જ્ઞાનાદિક ગુણ તે અંતઃકરણમાં નિવાસ કરીને રહે નહિ. જેમ જે કૂવામાં મોટી શિલા નીસરે તેમાં કોશ બે કોશનું જળ થાય નહિ.।।૩૬૭।।