વાત : ૧૩૪

એક તો ત્યાગી થઈને ત્યાગીનો ધર્મ દૃઢ પાળવો ને ગૃહસ્થને ગૃહસ્થનો ધર્મ દૃઢ પાળવો અને શ્વેત તેજને વિષે ભગવાન સદાય મૂર્તિમાન બિરાજમાન છે એમ જાણીને તે ભગવાનની ભક્તિ કરતો હોય ને પોતાને ને અક્ષરને એક કરીને માને ને ભગવાન વિના બીજે એક અણુ માત્ર પણ પ્રીતિ ન હોય એવી રીતનો પોતે થયો તો પણ ભગવાનનું માહાત્મ્ય જાણવાને અર્થે એકાંતિક સાધુનો સમાગમ મન, કર્મ, વચને કરીને નિરંતર રાખવો.।।૧૩૪।।