વાત : ૩૪૧
દામોદરનું પ્રશ્ન જે વાર્તા કરતાં બહુ ડાહ્યા જણાય છે ને ક્યારેક તો જાણીએ છીએ જે કોઈ સમજતા નથી એ કેમ હશે ? ઉત્તરઃ જે એ પ્રકૃતિ જીત્યા નથી. માટે પ્રકૃતિને જીતવી અને પ્રકૃતિ જીત્યા હોય તેથી જેમ તેમ બોલાય નહિ ને જેણે પ્રકૃતિ જીતી ન હોય તે બીજાને બહુ સારી વાર્તા કરે પણ જ્યારે પોતા ઉપર એ વાત આવે ત્યારે કાંઈ ઠા રહે નહિ ને માની પ્રકૃતિને જોગે કરીને તો પોતા થકી ધર્માદિકે કરીને શ્રેષ્ઠ હોય તેની આગળ પણ નમ્રભાવે વર્તાય નહિ.।।૩૪૧।।