વાત : ૪૯૧

અને અન્નમયકોશ, પ્રાણમયકોશ, મનોમયકોશ, વિજ્ઞાનમયકોશ ને આનંદમયકોશ એમની સ્થિતિ જુદી જુદી કહી છે.।।૪૯૧।।



ટિપ્પણી

અન્નમયકોશઃ અન્નથી બંધાયેલું સ્થૂળ શરીર.

પ્રાણમયકોશઃ પાંચ પ્રાણ યુક્ત શરીર, જેનાથી સુખદુઃખનું ભાન થાય છે.

મનોમયકોશઃ કર્મેન્દ્રિયો સહિત મન.

વિજ્ઞાનમયકોશઃ જ્ઞાનને ગ્રહણ કરીને વિવેકથી ધારણ કરે છે તે સૂક્ષ્મ શરીર.

આનંદમયકોશઃ કારણ શરીર, જે અવિદ્યા સ્વરૂપ છે. આત્માને આનંદમયકોશ, વિજ્ઞાનમયકોશ, મનોમયકોશ, પ્રાણમયકોશ ને અન્નમયકોશ- એમ એ અનુક્રમે વીંટાયેલા છે.