વાત : ૪૭૨

અજ્ઞાન ને રાગ એ બે એક છે કે નહિ ? ઉત્તર : જે અજ્ઞાન તો આત્મા અને પરમાત્માના વિવેક સોતી યથાર્થ સમજણ ન હોય તેને કહીએ ને રાગ તો પંચવિષયને વિષે જે પ્રીતિ છે તેને કહીએ પણ એ બે કાંઈ એક નથી એ બેમાં તો બહુ ભિન્નપણું છે.।।૪૭૨।।