વાત : ૧૯૭
નિર્બળ તથા બળવાન કેમ જણાય ? ઉત્તર જે ઇંદ્રિયો, મન, બુદ્ધિ ને જીવ એ ચારેને નિશ્ચયે કરીને શ્રીજીમહારાજના ભક્તરૂપે વર્તવું તે અનુક્રમે એક એકથી બળિયો કહેવાય છે. તેની વિગત જે કોઈક પરદેશમાં જાય છે ને ત્યાં જ વળગી રહે છે ને કોઈક ઘેર આવે છે ને કોઈક તો બુદ્ધિએ કરીને નિશ્ચય કરે ત્યાર પછી તે ક્રિયાને કરે છે તેમ કોઈક તો સત્તારૂપે વર્તે છે ને કોઈક તો નિત્ય પ્રલયાદિકે કરીને સર્વે પદાર્થને નાશવંત તુચ્છ ને અસાર જાણીને તથા વૈરાગ્યનું ગ્રહણ કરીને શ્રીહરિજીને વિષે દૃઢ પ્રીતિ કરે છે તે એક એકથી બળિયા છે.।।૧૯૭।।
ટિપ્પણી
સત્તારૂપે વર્તવુંઃ સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ રહિતપણે આત્મસત્તાએ વર્તવું.
નિત્ય પ્રલયઃ કાળની ગતિએ કરીને દરેક વસ્તુનો ક્ષણે ક્ષણે નાશ થાય તે. એવી રીતે નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય ને આત્યંતિક પ્લય મળીને ચાર પ્રકારના પ્રલય છે.