વાત : ૨૦૫
બે પ્રકારની બુટ્ટીની વાર્તા કરી જે એક બુટ્ટી તો ત્રાંબાદિકને સોનું કરી આપે ને બીજી બુટ્ટી તો સોનાને રાખ કરી નાખે છે. તેમ બહુ બુદ્ધિવાન સંતના સમાગમે કરીને તો એકાંતિક ભક્ત થાય છે ને અલ્પ બુદ્ધિવાનના સંગે કરીને ડોળિયો થઈ જાય છે. માટે સારા નરસા થયાનું કારણ તો સત્સંગ અને કુસંગ છે તેને ઓળખીને સંગ કરવો. એ રીતે બહુ વાર્તા કરી.।।૨૦૫।।