વાત : ૩૦૭

અને અખંડાનંદ સ્વામીની પેઠે મોટમના થાવું પણ વાતવાતમાં મૂંઝાવું નહિ. તે અખંડાનંદ સ્વામીને માથે નિષ્કામી વર્તમાન ચૂક્યાનો અપવાદ એક સાધુએ નાખ્યો ત્યારે તેમણે કહ્યું જે, ‘ખોટા ક્યું બોલતા હો’ પણ તેમના મનમાં શોક કે ઉદ્વેગ લગારે પણ થયો નહિ. એ મોટમનાનું લક્ષણ છે. એ શું કહ્યું ? તો પંચવિષયની ઉપેક્ષા રાખ્યાની જુક્તિ કરી. ને ક્ષમા પણ સમર્થ અસમર્થને સુખાકારી છે. તેણે કરીને નિર્માની વર્તમાન દૃઢપણે પાળવાનું કહ્યું.।।૩૦૭।।



ટિપ્પણી

મોટમનાઃ મોટા મનના.દ્બઉપેક્ષાઃ અભાવ, અનાદર, અવગણના, બેપરવાઈ.

જુક્તિઃ યુક્તિ, ઉપાય, રીત.