વાત : ૪૫
શ્રીજીમહારાજના ભક્ત ને બીજા અવતારના ભક્ત તેમાં કેટલો ફેર છે ? ઉત્તર જે, શ્રીજીમહારાજના ભક્ત જેવા તેવા ઐશ્વર્યાર્થી હોય તે જોવાતો બીજા અવતારના એકાંતિક ભક્ત પણ ન થાય ને આજ સત્સંગને વિષે તો ઋષભદેવ, દત્ત ને કપિલદેવ જેવા સંત વર્તે છે માટે આજની મોટપની શી વાર્તા કહીએ ? આ સમે તો શ્રીજીમહારાજ અઢળક ઢળ્યા છે. ।। ૪૫ ।।