વાત : ૭૩
જીવનમુક્ત, વિદેહીમુક્ત ને કૈવલ્યમુક્ત એ સર્વે મુક્તના ભેદ કહ્યા છે તે મધ્યે એક કૈવલ્યમુક્તની સ્થિતિને કહીએ છીએ જે જેમ પૃથ્વી જળમાં રહી છે ને બાહેર જણાય છે તો પણ જળમાં જ છે તેમ કૈવલ્યમુક્ત તો સદા પરમેશ્વરમાં જ વર્તે છે. તે શ્રુતિમાં કહ્યું છે જે अक्षरमस्य शरीरं (અર્થ: અક્ષર આ પરમાત્માનું શરીર છે.) ।।૭૩।।