વાત : ૭૧

વળી અક્ષરધામનો મુક્ત હોય ને જો તે દેહ ધરીને અહીં આવ્યો હોય ને જો તે શહેરને સેવે તથા રજોગુણી મનુષ્યની ભાઈબંધી કરીને તેનો સંગ કરે તથા સારા સારા રસ જમે તો એણે કરીને એ વિષયને વિષે એ મુક્તને પણ આસક્તિ થાય તે મૂક્યા પણ ન મુકાય ને તે જો અતિ વિચાર કરીને તેનો નિષેધ કરીને મૂકે તો માંડ માંડ મુકાય પણ બીજો મુક્ત તો તે વિષયને ભોગવીને તે વિષયને મૂકવાને સમર્થ ન થાય તો બીજા જીવની વાત જ શી કહેવી ?।।૭૧।।