વાત : ૨૦૧

કોઈકને હેત હોય ને વિશ્વાસ ન હોય ને કોઈકને વિશ્વાસ હોય ને હેત ન હોય એમ વાર્તા કરી. ત્યારે કોઈકે પૂછ્યું જે એ બેની સમજણમાં શી ખોટ હશે ? ઉત્તર જે વિશ્વાસીને એ ખોટ છે જે એને પંચવિષયને વિષે રાગ છે એટલે હેત થાતું નથી ને હેતવાળાને એ ખોટ છે જે સત્પુરુષની મોટપ એણે યથાર્થ જાણી એટલે વિશ્વાસ આવતો નથી.।।૨૦૧।।