વાત : ૨૩૨
મુક્તાનંદ સ્વામીએ અંતકાળ સમે પોતાના સાધુને શિક્ષા કહી જે ધન, સ્ત્રીનો પ્રસંગ તે કોઈ રીતે ન કરવો તથા શહેરમાં ન જાવું તથા સત્સંગ મેલીને પરદેશમાં જાવું નહિ તથા ગોપાળાનંદ સ્વામી જેવા સાધુનો સંગ રાખવો. અને એનો વિશ્વાસ મન, કર્મ, વચને રાખવો. એવી રીતે પરમહંસને શિક્ષાનાં વચન કહ્યાં.।।૨૩૨।।