વાત : ૪૩૨

જેને પુરુષોત્તમ ભગવાન મળ્યા હોય તેને કોઈક સ્વભાવ ટાળવાને અર્થે જન્મ ધરવો પડે તો પણ એના જીવમાંથી તે જ્ઞાન જાય નહિ. ને કોઈક ઉપરથી ત્યાગી જેવો જણાય પણ અંતરમાં બળિયો ન હોય તે કોઈક ઉપરથી ન જણાય પણ અંતરમાં બહુ બળિયો હોય તે જેમ જેમ સત્પુરુષનો સંગ કરતો જાય તેમ તેમ વધતો જાય.।।૪૩૨।।