વાત : ૧૦૧
સ્વામીશ્રીએ શ્રીહરિના મહિમાની વાત કરી જે જેમ સોનામહોર મૂકી હોય ને તેને બે પડખે બે કાંકરા મૂક્યા હોય તે એક ધોળો હોય ને એક કાળો હોય તેમાં સોનામહોરને મૂકીને બે કાંકરાને વિષે મન લોભાય નહિ. તેમ શ્રીહરિજીનો મહિમા સત્પુરુષને યોગે કરીને યથાર્થ સમજાણો હોય, તથા આત્મારૂપે વર્તતો હોય તો માયિકભાવને વિષે સુખબુદ્ધિએ કરીને બંધાય નહિ ને નાશવંત ને દુઃખરૂપ જ જણાયા કરે.।।૧૦૧।।