વાત : ૫૬૦

એક દિવસ ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું જે, વાસનામય જે લિંગ શરીર નાશ પામ્યું કેમ જણાય ? ત્યારે મોટા સંતે કહ્યું જે ઉત્તમ પંચવર્ષીય પ્રાપ્ત થયા હોય તેને મૂકી દે તો ફરી પાછા સાંભરે નહિ ? તે જેમ જન્માંતરનાં વિષય સુખ નથી સાંભરતાં તેમ હમણાના વિષય પણ ન સાંભરે, ત્યારે લિંગ દેહનો નાશ થયો જાણવો.।।૫૬૦।।