વાત : ૩૫૪
વિષય છે તેના દોષને વારંવાર વિચાર્યા કરે અને તે વિષયનો ત્યાગ કરવો અનેે એવી વાર્તા કરવી તથા સાંભળવાનો અભ્યાસ રાખવો તો એ વિષય જીવમાં પેસી ન જાય અને એમ ન કરે તો જરૂર વિષય જીવમાં પેસી જાય. અને એના જીવને બાધ પમાડી દે એવા એ વિષય ભૂંડા છે એમ જાણવું. અને એમ વિચાર કરતાં કરતાં જ્યારે એને આમ ખચિત જણાઈ જાય જે સ્ત્રી, ધન, માન, સ્વાર્થ, કામ, ક્રોધ અને લોભાદિક જે જે આલોક પરલોક સંબંધી પંચવિષયનું માયિક સુખ છે તેને વિષે સહજ સ્વભાવે લાખો કલેશ જણાયા કરે અને દોષ, દુઃખ અને ભય જણાયા કરે અને એમાં સુખ છે, એવો તો મનમાં સંકલ્પ ક્યારેય ન થાય. અને કેવળ આત્મરૂપ થઈને પરમાત્માનું ચિંતન કરવું તેમાં જ એક સુખ જણાય. એવી રીતે એ ભક્તનો સહજ સ્વભાવ થઈ જાય ત્યારે જાણીએ એવો સ્વભાવ થઈ જાય ત્યારે કોઈક વિષય સુખ પામવાનું જતન કરે જ નહિ અને સહેજે મળે એવા અન્ન વસ્ત્રાદિકે કરીને એ દેહ નિર્વાહ કરે.।।૩૫૪।।