વાત : ૧૮૦

જો રૂડું વચન બોલતાં ન આવડે તો ન બોલવું એ શ્રેષ્ઠ છે એમ મોટા કહે છે. અને ન બોલવા થકી પણ જે સત્ય વચન બોલવું તે શ્રેષ્ઠ છે અને તે સત્ય વચન પણ જો પ્રિય લાગે એવું બોલાય તો તે સત્ય વચનથી પણ શ્રેષ્ઠ છે અને તે પ્રિય વચન પણ ધર્મેયુક્ત બોલાય તો અતિશય શ્રેષ્ઠ છે. એવી રીતે વચન બોલવાના ચાર પ્રકાર છે તેને જાણવા.।।૧૮૦।।