વાત : ૩૭૮

જેવો જીવને બીજો આદર છે તેવો જો ભગવાન ભજ્યાનો આદર હોય ને વિષયને ટાળવાનો આદર હોય તો વિષયનો શો ભાર છે ? વિષયનું સુખ તો લાંપડાના તાપ જેવું છે માટે વિષયને માર્ગે ચાલવું નહિ એ સિદ્ધાંત વાત છે.।।૩૭૮।।



ટિપ્પણી

લાંપડાનો તાપઃ લાંપડું સળગે ત્યારે તાપ લાગતો નથી, તે રીતે વિષયસુખ પણ નહિવત્‌ છે.