વાત : ૩૪૬

તમોગુણ કેમ ટળે ? ઉત્તર : જે લાજ રાખે તો ટળે. તેની વિગત જે પોતા થકી જે મોટેરા હોય તેની તથા ભાઈ, બાપ, કાકા, આદિકની તથા સાધુસંતની તથા મોટેરા સત્સંગીની એ સર્વેની લાજ રાખવી ને સાંખ્ય વિચારે કરીને તો કોઈકને જ તમોગુણ ટળતો હશે ને ઘણાકને તો લાજે કરીને તમોગુણ ટળે છે ને વ્યવહારમાં પણ ક્ષત્રિય આદિક વર્ણમાં પણ એમ જ દેખાય છે.।।૩૪૬।।