વાત : ૩૩૬
શ્રીહરિનો મહિમા એમ સમજવો જે જેની બીકે કરીને સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, ઇંદ્ર, સમુદ્ર ને કાળાદિક સર્વે થર થર કંપ્યા કરે છે, એવા શ્રીહરિના એ સંત છે એવો મહિમા અંતઃકરણમાં સદાય વર્ત્યા કરે તો માન ન આવે તથા જડભરત, નારદ, શુકાદિક સંતના માર્ગમાં રહ્યા છીએ એમ સમજે તો પણ માન ન આવે અને લોભ, કામાદિક, સ્વાર્થને અર્થે પણ સર્વે મનુષ્ય માન મૂકી દે છે તો કલ્યાણને અર્થે માન મૂકવું તેમાં શું કહેવું ?।।૩૩૬।।