વાત : ૧૩૨

ઇંદ્રિયોને વિષે ને અંતઃકરણને વિષે ને જીવને વિષે ભગવાનનો નિશ્ચય હોય તેની પ્રાપ્તિ કહો ? ઉત્તર : જે જેને ઇંદ્રિયોને વિષે ભગવાનનો નિશ્ચય હોય તે તો દેહ મૂક્યા પછી ઇન્દ્ર જેવો થાય ને જેને અંતઃકરણને વિષે નિશ્ચય હોય તે તો દેહ મૂક્યા પછી બ્રહ્માદિક ત્રણ દેવો જેવો થાય ને જેને જીવને વિષે નિશ્ચય હોય તે તો દેહ મૂક્યા પછી અક્ષરના મુક્ત જેવો થાય છે.।।૧૩૨।।