વાત : ૨૪૦

ભગવાનના ભક્તને આ ત્રણ વાનાં નિરંતર કરવાનાં છે :-

(૧) ભગવાન અને ભગવાનના ખરેખરા ભક્ત હોય તેની ઉપર એવું હેત કરવું જે એથી કોઈ અધિક ન રહે એવું નક્કી હેત કરવું.

(૨) કામ, લોભાદિક શત્રુ તથા દેહાભિમાન તેને ટાળી નાખીને ધર્મ, વૈરાગ્યે સહિત આત્મનિષ્ઠા ખચિત સિદ્ધ કરવી.

(૩) કોઈક જીવને એના મોક્ષની વાત ખરેખરી સમજાવવી એવી દયા રાખવી પણ તેમાં પોતાને કોઈ જાતનું બંધન ન થાય એવી કળા રાખવી એ ત્રણ વાર્તા તો ખટકો રાખીને નિરંતર કરવી.।।૨૪૦।।