વાત : ૨૭૫

જ્યારે નટવાની ડુગડુગી વાગે છે ત્યારે મનુષ્ય સર્વે ઘરમાંથી બાહેર નીસરી આવે છે એ તો દૃષ્ટાંત છે ને સિદ્ધાંત તો એમ જે જ્યારે પંચ વિષય સંબંધી ડુગડુગી વાગે છે ત્યારે આત્મા અનાત્માના વિચારને મૂકી દે છે, ને શ્રીજીને તથા તેમની કથા વાર્તાને મૂકી દઈને લોભરૂપે, કામરૂપે, રસાસ્વાદરૂપે, સ્નેહરૂપે, માનરૂપે ને દેહાભિમાનને યોગે કરીને અહંમમત્વરૂપે થઈ જવાય છે, ને સંકલ્પ વિકલ્પને યોગે કરીને પણ દેહરૂપે થઈ જવાય છે માટે સત્તારૂપે થઈને અતિ દૃઢાવ કરીને સ્થિર બુદ્ધિ રાખવી.।।૨૭૫।।