વાત : ૧૯૨

મુમુક્ષુ હોય તે તો એમ જાણે જે આપણે તો આજ્ઞામાં રહેવા આવ્યા છીએ પણ કોઈને આજ્ઞામાં રાખવા નથી આવ્યા ને નિર્લોભી, નિષ્કામી, નિઃસ્વાદી, નિર્માની ને નિઃસ્નેહી થાવા આવ્યા છીએ પણ તેને વધારવા આવ્યા નથી.।।૧૯૨।।