વાત : ૨૦૪
મુમુક્ષુ હોય તેને એમ સમજવું જે હું પોતાને પાપે કરીને માંદો પડ્યો છું ને વળી દેહને અર્થે નાશવંત ને અતિ તુચ્છ એવા જે પંચ વિષય તે સારુ હરિભક્તનો તથા સંતનો અવગુણ લેવા રૂપ પાપ કરું છું તેને હું ક્યાં છૂટીશ ? એમ સમજીને કોઈનો અવગુણ લેવો નહિ.।।૨૦૪।।