વાત : ૧૨૧

શ્રીજીમહારાજને સર્વે ભજે છે પણ જેમ છે તેમ જાણવા બહુ કઠણ છે, ને આત્માને પણ સર્વે સંત જાણે છે પણ આત્મારૂપે વર્તવું કઠણ છે. ત્યારે કેમ કરે તો આત્મારૂપે વર્ત્યું કહેવાય ? ઉત્તર : જે નિત્ય પ્રલયાદિકે કરીને સર્વે ક્રિયાઓને અસત્ય ને નાશવંત ને સ્વપ્ન તુલ્ય જાણીને ક્યાંય પ્રીતિ ન રાખે ને એમ ને એમ અખંડ ઠરાવ કર્યા કરે તો આત્મારૂપે સ્થિતિ થાય છે.।।૧૨૧।।