વાત : ૧૧૫

માન તથા કામ એ બે દોષ તો જીવમાં રહ્યા છે તે ટાળવા મહાકઠણ છે. એ બે દોષ તો ત્યારે ટળે જ્યારે દેહ ઇંદ્રિયો, અંતઃકરણ દેવતા, પંચભૂત અને પંચવિષય એ સર્વેનો વારંવાર નિષેધ કરે ને નિરંતર આત્મસત્તારૂપે વર્તે ત્યારે ટળે. તે વિના બીજા કોટિ ઉપાય કરે તો ય માન અને કામ એ બે દોષ ટળે નહિ.।।૧૧૫।।