વાત : ૩૮૪

જેને શ્રીજીમહારાજને રાજી કરવા હોય તેને એમ વર્તવું જે પંચ વિષયના સુખને અતિ દુઃખદાયક જાણીને તથા દેહાભિમાનની આસક્તિ ટાળીને નિર્વાસનિક થાવું ને ગાયન વિદ્યા તથા શાસ્ત્ર વિદ્યા આદિક ગુણે કરીને પોતાને વિષે ગુણવાનપણું ન માનવું. તે ઉપર ‘‘મારો મત કહું તે સાંભળો વ્રજવાસીજી, તજો સાધનનો ઉર આમળો વ્રજવાસીજી’’ એ કીર્તનની વાર્તા બહુ કરી.।।૩૮૪।।



ટિપ્પણી

તજો સાધનનો ઉપ આમળોઃ સંગીત, શાસ્ત્રાર્થ વગેરે ભક્તિના સાધનનો મનમાં બહુ ભાર-મદાર રાખવો નહિ.