વાત : ૨૫

દલુજીએ સંતદાસજીને પૂછ્યું જે શ્રીજીમહારાજ શું કરે છે ? ને આ અવતાર શ્રીજીમહારાજનો કેવો જાણો છો ? ત્યારે સંતદાસજીએ કહ્યું, જે આ અવતાર નહિ આ તો સર્વોપરી અવતારી છે તે સર્વોપરી કલ્યાણ જીવનું કરે છે, ને આવા તો કોઈ થયા નથી ને થાશે પણ નહિ એવા તો એ એક જ છે ને હું પણ સર્વ ધામો પ્રત્યે જાઉં છું ત્યારે સર્વે તે ધામના વાસી એમ જ કહે છે જે શ્રી સહજાનંદ હરિકૃષ્ણ તો સર્વે અવતારના અવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ છે. પછી દલુજી બોલ્યા, જે આ તો અવતારી સર્વોત્કૃષ્ટ પૂર્ણ પુરુષોત્તમ છે એમ હું પણ જાણું છું ।। ૨૫ ।।