વાત : ૫૦૩

અને જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ તથા ઇચ્છાશક્તિનાં લક્ષણ કહ્યાં જે પરમેશ્વર શ્રીહરિજી મહારાજ તે જે તે પોતાની જે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિ તેને અનુસારે પ્રેરે છે. તે વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે :-

बुद्धीन्द्रियमनःप्राणान्‌ जनानामसृजत्प्रभुः ।

मायार्थं च भावार्थं च ह्यात्मने कल्पनाय च।।१

(૧. અર્થ :- પરમાત્માએ સર્વે દેહધારીઓને બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ વગેરે આપ્યું છે, જેનાથી તેઓ ભૌતિક સુખ, જન્મમરણ કે મોક્ષ પ્રાપ્ત કરી શકે.)

અને નરનારાયણ ભગવાનનું તપ પણ એમ જ છે ને જ્ઞાનશક્તિ આદિક પણ એ પ્રમાણે છે.।।૫૦૩।।