વાત : ૨૬૨
મુક્તાનંદ સ્વામીને મહારાજ ક્યારેય વઢીને પ્રસાદીનો થાળ કે વસ્ત્ર આપતા નહિ ને સહેજે તો રોજ પ્રસાદી આપતા ને વસ્ત્ર પણ ઘણી વાર આપતા ને બીજાને તો વઢે ત્યારે પ્રસાદી તથા વસ્ત્ર આપ્યા વિના રહે જ નહિ તે શું ? તો મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ થાતી નહિ. તે કેમ સમજતા ? ઉત્તર જે પોતાના ત્રણ ગુણ ને ત્રણ શરીર થકી જુદા સમજતા ને શ્રીજીમહારાજની મોટપ જે માહાત્મ્ય ને અતિશયપણે સમજતા ને તેમજ વર્તતા ને હિતકારી પણ અતિશય જાણતા તેણે કરીને મૂંઝવણ આવતી નહિ.।।૨૬૨।।