વાત : ૧૭૩
દેહને વિષે જીવને જેવી આત્મબુદ્ધિ ને પૂજ્યબુદ્ધિ છે તેવી જો મહાપુરુષને વિષે આત્મબુદ્ધિ ને પૂજ્યબુદ્ધિ આદરે સહિત રાખે તો જ્ઞાનાદિક સદ્ગુણ જીવને વિષે આવે છે. એમાં કાંઈ સંશય નથી. ને જીવ તો પોતાની મેળે બહુ કરે છે પણ તે લેખે આવતું નથી ને જો મોટા પુરુષની મરજી પ્રમાણે વર્તે તો અલ્પ કરે પણ બહુ થાય, જેમ રસે યુક્ત અન્ન અલ્પ જમે પણ તૃપ્ત થાય છે ને ભાજી બશેર જમે તથા છાસ બે પતર પીવે તો પણ તેને સંતોષ ન થાય.।।૧૭૩।।