વાત : ૫૨૭
જીવ તો માયાને વિષે જ સદા વર્તે છે તે મલીન, સત્ત્વ, રજ ને તમ તેણે યુક્ત છે ને ઇચ્છા સહિત છે ને શ્રીહરિજી મહારાજ તો પ્રથમ સત્યુગને વિષે જીવને સત્વગુણમય શરીરને આપે છે. તે પછી જીવ જેવાં જેવાં કર્મ કરતો જાય છે તેવાતેવા દેહને પામતો જાય છે ને સત્સંગે કરીને શ્રીજીમહારાજની મોટપ જેમ જાણતો જાય તેમ વિશ્વાસ પણ આવતો જાય છે ને તેમ તેમ શુદ્ધ ને પ્રકાશવાન પણ થતો જાય છે.।।૫૨૭।।