વાત : ૪૮૫

પરમેશ્વર તો પૂર્ણ કામ છે ને તેમને કાંઈક જોઈતું નથી ને ગ્રહણ કરે છે તેનું કેમ જાણવું ? ઉત્તર : જે એ તો જીવના કલ્યાણને અર્થે પરમેશ્વરે અતિશય દયાએ કરીને મનુષ્યભાવનું ગ્રહણ કર્યું છે ને જો એ કોઈ પદાર્થને અંગીકાર ન કરે તો આપણું શ્રેય કેમ થાય ? માટે પોતે એવો સંકલ્પ કર્યો છે જે અમને ભૂખ, તરસ, શીત, ઉષ્ણાદિક મનુષ્યની પેઠે થાઓ. તે વાત શ્રીજીએ પંચાળાના ચોથા વચનામૃતમાં કહી છે.।।૪૮૫।।