વાત : ૧૯૧

જેને વિષે પોતાનો સ્વાર્થ માન્યો હોય તેમાં લાખ દોષ હોય પણ તેને તેમાં એકે સૂઝે નહિ ને પોતાનો દોષ પણ સૂઝે નહિ. જુઓને ઉપરિચરવસુને ન સૂઝ્‌યો તેણે કરીને પડ્યો.।।૧૯૧।।



ટિપ્પણી

ઉપરિચરવસુઃ સ્વાયંભૂવંશના ઉત્તાનપાદકુળમાં જન્મેલા એક રાજર્ષિનું નામ. તેમણે ઘણા યજ્ઞો કર્યા હતા. તે વિમાનમાં બેસી ઊંચે જ ચાલતા-ફરતા. એક વખત એક યજ્ઞમાં પશુહિંસા વિહિત (શાસ્ત્રની આજ્ઞાવાળી) છે કે કેમ તે અંગે તકરાર થઈ. તેમાં ઉપરિચરવસુએ પશુહિંસા વિહિત છે તેમ મત આપ્યો તેથી સપ્તર્ષિ ક્રોધે ભરાયા ને કહ્યું તેં કામ્યપક્ષ (કર્મકાંડ) ઉપર નજર રાખી, મોક્ષપક્ષ પર નહિ, તેથી શું અધોલોકમાં પડીશ. તેથી તે રસાતળમાં પડ્યા.