વાત : ૪૬
કોઈક હરિભક્તે કહ્યું જે હે મહારાજ ! હેત રાખજો. તે ઉપર વાર્તા કરી જે, દેવલોકને વિષે બહુ સુખ છે ને તેથી બૃહસ્પતિ આદિકના લોકને વિષે બહુ સુખ છે ને તેથી પ્રધાન પુરુષના લોકને વિષે બહુ સુખ છે ને તેથી મૂળપુરુષના લોકને વિષે બહુ સુખ છે. એવી રીતે તે સર્વેના લોકને અધિક સુખ છે ને એ સર્વે કરતાં અક્ષરધામને વિષે અતિશય અધિક સુખ છે ને એ થકી પણ શ્રીજીમહારાજની મૂર્તિને વિષે તો અતિશય અધિક સુખ રહ્યું છે. પણ એ સર્વે સુખના આપનાર શ્રીજીમહારાજ છે એવી રીતે મોટપ સમજે તો સહેજે જ હેત રહે છે ને એમ સમજણ વિના જે હેત છે તે તો પ્રાકૃત છે ને સુવાણ્ય છે તે અંતે રહે નહિ. ।। ૪૬ ।।