વાત : ૧૯૦

શ્રીજીમહારાજ કહે જે સત્સંગ તો સર્વે કરે છે પણ સૌ આદારે કરીને સુખી રહે છે. કોઈ માન મોટાઈને આધારે સુખી રહે છે ને કોઈ સારા ખાધાને આધારે ને કોઈ સારાં વસ્ત્રને આધારે ને કોઈ ચેલાને આધારે સુખી રહે છે અને જે શ્રીહરિના દાસ છે તેને તો ભગવાનની મૂર્તિ તે જ આધાર છે. જેમ દુબળા વાણિયાને અજમે હાથ હોય તેમ તે તો ભગવાન વતે જ સુખી રહે છે.।।૧૯૦।।



ટિપ્પણી

દુબળા વાણિયાને અજમે હાથઃ ગરીબ વાણિયાને સસ્તા ઔષધ તરીકે અજમો આધાર રૂપ છે. પેટમાં દુઃખે તો અજમો ને સંચળ, માથું દુઃખે તો અજમાનો લેપ, શરદી થઈ હોય તો અજમાની પોટલી, તાવ આવ્યો હોય તો અજમાની ફાકી વગેરે રીતે ગરીબ વાણિયો અજમાને ઔષધ તરીકે વાપરે છે.